Sunday, 23 July 2017

થુવર પ્રા.શાળા -મતગણતરી -બાળ મંત્રીમંડળ શપથવિધિ અહેવાલ

            થુવર પ્રા.શાળા માં બાળ-સંસદ ની યોજાયેલ ચૂંટણી ની મતગણતરી નું કામ તમામ સ્ટાફ ના સુપરવીઝન થી બાળકો ની મદદ થી ઉમેદવાર ની હાજરી માં મતગણતરી નું કામ થયું..જેમ એક એક રાઉન્ડ નું પરિણામ એ.આર.ઉમતીયા શાળા ના નોટિસ બોર્ડ પર જાહેર કરતા રહ્યા તેમ તેમ બાળકો નો ખુબજ ઉત્સાહ અને રસાકસી જોવા મળી..કુલ પાંચ રાઉન્ડ બાદ પરિણામ આવ્યું..આ સમય દરમ્યાન બાળકો ની શાળા ની સાથે લાગણી પોતાના આંખો ના આંસુ દ્વારા જોવા મળી.વિજેતા બાળકો ને શપથ વિધિ સમારોહ આચાર્ય શ્રી ની હાજરી માં યોજાયો..વિજેતા ઉમેદવારો હવે પછી પોતાના માંથી એક મહામંત્રી ચૂંટશે.. અને ત્યાર બાદ દરેક ને ખાતા ની ફાળવણી કરવામાં આવશે..આ રીતે શાળા નું સમગ્ર સંચાલન બાળકો દ્વારા થશે..
બાળ-સંસદ રચના ના વિડીયો --


Thursday, 20 July 2017

બાળ-સંસદ-૨૦૧૭ ની રચના

               થુવર પ્રાથમિક શાળામાં ચાલતી વિવિધ સમિતિઓના મંત્રીમંડળની નિમણૂક માટે શાળા પંચાયત સામાન્ય ચૂંટણી-2017 નું આયોજન કરી સવારે 11:00 થી 5:00 શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું.ચૂંટણી પ્રક્રિયાથી તમામ વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિનો વિકાસ થાય તે હેતુને ધ્યાને રાખી તા.12/07/2017 ના રોજ શાળાના શિક્ષક શ્રી અતાઉલ્લા આર.ઉમતીયા ચૂંટણી અધિકારી તરીકે નિયુકત કર્યા,જેઓશ્રી દ્વારા ચૂંટણી યોજવા માટેનું વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો.વિદ્યાર્થીઓને પ્રિન્ટેડ ઉમેદવારી પત્રક ભરીને જમા કરાવવાનો,ઉમેદવારી પરત ખેંચવાનો,ફોર્મ ચકાસણીનો,મતદાનનો સમય અને તારીખ તથા પરીણામની તારીખ જાહેર કરી.શાળાના કુલ-13 વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવી.તમામ ઉમેદવારોને નિશાન ફાળવવામાં આવ્યા.લોકશાહી ઢબે પ્રચારનો સમય આપવામાં આવ્યો.મતદાન માટે વિદ્યાર્થીઓમાંથી જ મતદાન અધિકારી,પ્રિસાઈડીંગ અધિકારી,પટાવાળા,પૉલીસ અધિકારી,મતદાન ઍજન્ટને નિયુક્ત કરવામાં આવ્યા.શાંતિપૂર્ણ અને મતદાનની ગુપ્તતા અને ગંભીરતા જળવાય તે રીતે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું.મતદાન પેટી વિધિવત રીતે સીલ કરવામાં આવી..આમ,વિદ્યાર્થીઓને ઉમેદવારીનો અને મતદાનનો અેક ઉમદા અનુભવ પૂરો પાડી ભવિષ્યમાં તાલુકા,જિલ્લા,રાજ્ય કે રાષ્ટ્ર લેવલે ઉમદા નેતૃત્વ પ્રદાન કરી શકાય એ હેતુને ચરિતાર્થ કરવા સમગ્ર શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.Ataullaumatiya.
Friday, 9 June 2017

થુવર પ્રા.શાળા તા.વડગામશાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૧૭ અહેવાલ

              આજ રોજ તા.8/6/2017 ના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.. આ પ્રસંગે વડગામ મામલતદાર સાહેબ શ્રી..બસુ પે.સે.આચાર્ય જયેશભાઇ તલાટી સાહેબ..દાના ભાઈ પરમાર રાષ્ટ્રીય શિક્ષક સંઘ.બી.આર.પી.પ્રજ્ઞા કીર્તિભાઈ ..સર્કલ ઓફિસર..સરપંચ શ્રી..આદમભાઇ. વગરે હાજરી આપી હતી..
આ પ્રસંગે જયેશભાઇ તલાટી એ ઉપસ્થિત વાલી ઓ ને શિક્ષણ પર ભાર આપવા..અને શાળા ને સાથ સહકાર આપવા માટે પોતાનું પ્રેરેક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..

Thursday, 27 April 2017

થુવર પ્રા.શાળા ધો.૮ ના ૯૦ % થી વધુ પરિણામ મેળવનાર બાળકો ની યાદી -માર્કશીટ સાથે

પ્રથમ-૯૭ %

બીજો નંબર :-૯૫ %

ચોથો નંબર :૯૪ %
ત્રીજો નંબર :૯૫ %

પાંચમાં નંબર :૯૩%

છઠ્ઠો નંબર :૯૨ %
સાતમાં નંબર :૯૧ %Monday, 24 April 2017

ધો.8 નો વિદાય તેમજ જલોતરા સી.આર.સી.કો.ડી.કે.ગૌસવામી નો સન્માન કાર્યક્રમ-૨૦૧૭

                                         આજ રોજ Thuwar Primary Ta-vadgam માં ધો.8 નો વિદાય તેમજ જલોતરા સી.આર.સી.કો.ડી.કે.ગૌસવામી નો સન્માન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ ની શરૂઆત પ્રાથના તેરી હૈ જમી તેરા આસમાં થી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ આ પ્રસંગે બાળકો એ શાળા માં વિતાવેલા શૈક્ષણિક અનુભવો વિશે પોતાના પ્રતિભાવો રજુ કર્યા.ત્યાર બાદ જલોત્રા સી,આર,સી,કો.શ્રી નું શાલ અને સ્મૃતિભેટ અને સાકર આપી સન્માન કરવામાં આવ્યું.
                 આ વિદાય પ્રસંગે ધો.૮ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને કુલ ૩૦૦૦ રૂપિયાની વસ્તુ રૂપે ભેટ આપી.
શાળા ના શિક્ષક શ્રી આતાઉલ્લા આર.ઉમતિયા દ્વારા આગામી આ બેચ ધો.૧૦ ની પરીક્ષામાં ૮૫ %કે તેથી વધુ ગુણ મેળવનાર ને ટેબ્લેટ ભેટ આપવાની જાહેરાત્ત કરવામાં આવી.
  આભાર વિધિ શાળા ના સિનિયર શિક્ષક બાબુભાઈ ટી.ખરાડી એ કરી.