થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

બાળ-સંસદ માં બાળ મંત્રીમંડળ ની કામગીરી ની ફાળવણી -થુવર શાળા

           થુવર પ્રા.શાળા માં લોકશાહી ની સાચી સમજ આપવા,એક શાળા કક્ષાએ ઉમદા નેતૃત્વ પૂરું પાડવા,શાળા પ્રત્યે નો ભાવ જેવા ગુણો સિદ્ધ કરવા બાળ સંસદ ની રચના કરવામાં આવી છે.તે માટે ની પ્રથમ મિટિંગ આજે યોજવામાં આવી.સૌ પ્રથમ જીતેલા ઉમેદવારો માંથી મહામંત્રી ના પદ માટે દરખાસ્ત કરવામાં આવી .બે ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધવામાં આવી.ગુપ્ત મતદાન પદ્ધતિ થી મહામંત્રી ની નિમણુંક કરવામાં આવી.મહામંત્રી એ દરેક ના ખાતાં ની ફાળવણી કરવામાં આવી.આ રીતે શાળા નું સંચાલન બાળકો સોંપવામાં આવ્યું.એ.આર.ઉમતીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સંચાલન કરવામાં આવ્યું.




Post a Comment

0 Comments